ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/બોલી

૪. ઘ. બોલી

આચાર્ય, શાંતિલાલ પુરુષોત્તમ, ૧૯૩૩
શીર્ષક : હાલારી બોલી; એક ભાષા વૈજ્ઞાનિક અધ્યયન
ગુજરાત, ૧૯૬૯
પ્રકા. ૧૯૭૮, પૃ. ૧૨+૨૪૪

કાવઠી, નરેશ ભીકાજી
શીર્ષક : ડાંગનાં લગ્નગીતો : એક ભાષાશાસ્ત્રીય અધ્યયન
પૂના, ૧૯૫૪

ચોક્સી, ભાનુપ્રસાદ રસિકલાલ, ૧૯૨૮-
શીર્ષક : ચરોતરી બોલી : ભાષા વૈજ્ઞાનિક અધ્યયન
માર્ગદર્શક : ભોગીલાલ જે. સાંડેસરા
એમ. એસ. યુનિ. ૧૯૫૬, પૃ. ૫૦૦
આ મહાનિબંધમાં ચરોતરની જનતાની બોલી, સામાજિક રીતિ, વ્યવહાર પર પ્રકાશ પાડતા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, સંગ્રહ, ધ્વનિ વિજ્ઞાન વિશેનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત એક મહત્ત્વની આર્યભાષા બોલીની વિશિષ્ટ લાક્ષણિકતાઓનો ખ્યાલ આપ્યો છે.

છાયા, ભરતકુમાર મોહનલાલ
શીર્ષક : કચ્છીભાષા : એક અધ્યયન
માર્ગદર્શક : જે. સી. દવે
સૌરાષ્ટ્ર, ૧૯૯૦-’૯૧. પૃષ્ઠ સંખ્યા : ૩૮૧
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ૬ પ્રકરણમાં વિભઆજિત કરી છે. પ્રથમ પ્રકરણમાં કચ્છીભાષા પ્રદેશની વાત કર્યો છે જેમાં સ્થાન, ક્ષેત્રફળ, વસ્તી, કચ્છીભાષા સમાજ, કચ્છીભાષાનો ઈતિહાસ અને કચ્છના સંસ્કૃતિને ઇતિહાસનું આલેખન કર્યું છે. પ્રકરણ-૨માં કચ્છીભાષાની ધ્વનિપ્રક્રિયા આલેખી છે. જેમાં ઉચ્ચાર વૈશિષ્ટ્ય, કચ્છી વર્ણમાળા, કચ્છીભાષાના નવાવિકસિત ધ્વનિઓ, સ્વરો, આકૃતિ સાથે માનસ્વરો અને સંધી સ્વરોનું આલેખન કર્યું છે. પ્રકરણ-૩માં કચ્છી ભાષાની રૂપપ્રક્રિયા આલેખી છે. જેમાં કચ્છી નામોનાં રૂપાખ્યાનો, કચ્છી ભાષાના અનુગોનો વિકાસ, કચ્છીભાષાના સર્વનામો, કચ્છી ભાષાના વિશેષણો, ક્રિયાપદો, કૃદંતો, અવ્યયો અને પ્રત્યયોનું સુંદર આલેખન કર્યું છે. પ્રકરણ-૪માં સંશોધકે કચ્છીભાષાનું અર્થસંક્રમણ આલેખ્યું છે. જેમાં રૂઢિપ્રયોગો, કહેવતો, અર્થવિસ્તાર, અર્થસંકોચ, સંસ્કૃતના ભિન્ન પર્યાયોમાં કચ્છીભાષા અને કચ્છીભાષામાં ગુરુધાતુની અર્થછાયા આલેખી છે. પ્રકરણ-પમાં કચ્છીભાષાનો વાક્યવિચાર આલેખ્યો છે. જેમાં ગદ્યવાક્ય વિચારનો નમૂનો, સાદા વાક્યો મિશ્રવાક્યો, ઉપવાક્યો સમજાવીને વિભક્તિના અર્થો આલેખ્યા છે. પ્રકરણ-૬માં સંશોધકે કચ્છીભાષા અને તેની નિકટવર્તી ભાષાઓનું સરસ આલેખન કર્યું છે. મહાનિબંધના અંતમાં સંશોધકે કચ્છીભાષાની પેટાબોલીઓ આલેખી છે.

જોશી, જયાનંદ લક્ષ્મીશંકર, ૧૯૩૭
શીર્ષક : રાજપીપળાની આદિવાસી બોલી અને લોકસાહિત્ય.
માર્ગદર્શક : જયંત એસ. જોશી
દક્ષિણ ગુજરાત, ૧૯૭૩

જોશી, લાભશંકર ડુંગરજી, ૧૯૨૮-
શીર્ષક : વાગડી બોલીકા સ્વરૂપ ઔર ઉસકા તુલનાત્મક અધ્યયન
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૫. પૃ. ૨૧૦
પ્રકા. પંચશીલ પ્રકાશન, જયપુર, ૧૯૭૭, પૃ. ૧૯૦
આ મહાનિબંધમાં પ્રથમ તો ગુજરાતની ‘કચ્છ સીમાવર્તી વાગડ’ બીકાનેર કે ઉપર વર્તી વાગડ અને ગુજરાત રાજ્યની પૂર્વ સીમામાં ડુંગરપુર અને વાંસવાડા જિલ્લાના વિશાળ વાગડ પ્રદેશનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. વાગડી ભાષા, વાગડ સમાજ, ‘સંસ્કૃતિ બોલી વગેરેનો પરિચય ઉપરાંત વાગડીની ધ્વનિ પ્રક્રિયા, સ્વર-વ્યંજન, હિંદીનો સ્વર, ગુજરાતીનો સ્વર, વ્યંજન સમૂહ, વ્યંજનોનો વિકાસ, સ્પર્શ વ્યંજન, વાગડીની રૂપ પ્રક્રિયા એટલે લિંગ અને વચન, સર્વનામપ્રકાર, વિશેષણ, ક્રિયાપદ, કૃદન્ત, વગેરેનો પરિચય વાગડીનો અર્થ સંક્રમણ, વાક્ય વિચાર, વાગડી અને નજીકની ભાષાઓ અને બોલીઓ વગેરેનો અભ્યાસ થયો છે.

પરશુરામન, પી. એસ.
શીર્ષક : સૌરાષ્ટ્રી ભાષા તથા હિંદી.
મગધ, ૧૯૮૩

રામાસુબ્રહ્મણ્યમ, કે. એસ.
શીર્ષક : દક્ષિણ ભારતની સૌરાષ્ટ્રી ભાષાનું ભાષાશાસ્ત્રીય અધ્યયન
(અંગ્રેજી), પૂના, ૧૯૬૯

રોહરા, સતીશ કે.
શીર્ષક : કચ્છી ભાષાનું વિવરણાત્મક વિશ્લેષણ
(અંગ્રેજી), પૂના, ૧૯૬૬

વ્યાસ, ગજેન્દ્ર શંકરલાલ, ૧૯૨૫-
શીર્ષક : ઓખા મંડલના વાઘેરોની બોલી
ગુજરાત, ૧૯૬૬

વ્યાસ, યોગેન્દ્ર ધીરુભાઈ, ૧૯૪૦
શીર્ષક : ભીલી બોલીનું ભાષાશાસ્ત્રીય અધ્યયન
ગુજરાત, ૧૯૬૯

શર્મા, ભીષ્મપાલ
શીર્ષક : દાદરી તાલુકો (ગુજરાત) ક્ષેત્રકી ગુજરી બોલી કા ભાષાશાસ્ત્રીય અધ્યયન
(હિંદી) મેરઠ, ૧૯૮૪

સંપત, મધુ કિશનદાસ
શીર્ષક : ત્રણ ગુજરાતી બોલીઓનું તુલનાત્મક અધ્યયન : સુરતી, ચરોતરી અને કાઠિયાવાડી.
પૂના, ૧૯૭૪