ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજબકુંવરબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજબકુંવરબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોનું સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં. સંદર્ભ: પુગુસાહિત્યકારો.[શ્ર.ત્રિ.]