ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજરામર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજરામર [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : પદકવિ. મિયાગામ પાસેના કારવણના વતની. જ્ઞાતિએ રજપૂત. તે ઈ.૧૮૪૪માં કે ઈ.૧૮૬૦ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે અને તે કલગી-તોરાવાળાના કુળના મનાયા છે. તેમના ૨૨ કડીના ‘મહાદેવજીનો છંદ/શંકર અને ભીલડીનું પદ’ (લે. ઈ.૧૭૯૦ પછીના અરસામાં; મુ.)માં ભીલડી વેશે પાર્વતીએ કરેલા મહાદેવના સમાધિભંગનું અને મહાદેવે કરેલા કામદહનનું વૃત્તાંત પ્રસાદિક શૈલીમાં નિરૂપાયું છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ. શે.]