ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતદેવસૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજિતદેવસૂરિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ચંદ્રગચ્છ-પલ્લીવાલગચ્છના જૈન સાધુ. મહેશ્વરસૂરિના પટ્ટધર. ‘સમકિતશીલસંવાદરાસ’ (૨. ઈ.૧૫૫૪), ‘ચંદનબાલા-વેલી’ અને ૧૬૮ કડીના ‘સુંદરરાજ-રાસ’ (૨.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯? - “નિધિઅંબરમિતવાસસંગાર”)ના કર્તા. રાજસ્થાની ભાષામાં ૧૨ કડીનું ‘શીલ-ગીત’ મળે છે. ‘સમકિતશીલસંવાદ-રાસ’ એ ‘શીલ-ગીત’નું જ વિસ્તૃત રૂપ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ કવિની ‘કલ્પસૂત્ર-દીપિકા’ (૨. ઈ.૧૫૬૬), ‘પિંડવિશુદ્ધિ-દીપિકા’ (ર.ઈ.૧૫૭૧), ‘ઉત્તરાધ્યયન-ટીકા’ (ર.ઈ.૧૫૭૩),‘આચારાંગ-દીપિકા’ તથા ‘આરાધના’ એ સંસ્કૃત કૃતિઓ પણ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર. ત્રિ.]