ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયરાજ-અભેરાજ
Jump to navigation
Jump to search
અભયરાજ/અભેરાજ [ ] : સંભવત: લોકાગચ્છ જૈન સાધુ. ૧૬ કડીની ‘પંચવર્ણા ચોવીસ જિનવરોનું સ્તવન’, ૧૩ કડીની લોકભોગ્ય દૃષ્ટાંતોથી ધ્યાન ખેંચતી ઉપદેશાત્મક ‘નરભવરત્નચિંતામણિની સઝાય’ અને ૪ ભાસના ‘સંભવનાથસ્તવન’ (બધી મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧. સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. લોંપ્રપ્રકરણ; ૪. સઝાયમાલા : ૧-૨ (જા). [વ.દ.]