ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરબાઈ
Jump to navigation
Jump to search
અમરબાઈ[ઈ.૧૮મી સદી] : જ્ઞાતિએ આહીર. પીઠડિયા કે મૂંજિયાસરનાં રહીશ ગણાવાયાં છે. તેઓ યુવાવસ્થામાં જ પરબવાવડીના સંત દેવીદાસથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા બનેલાં, અને રક્તપિત્તિયાંની સેવાનો ધર્મ સ્વીકારેલો. એમનાં ગુરુભક્તિનાં ૫ પદો મુદ્રિત મળે છે. કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૫(+સં.). [કી.જો.]