ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃત-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. [વ.દ.]