ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદમેરુ
Jump to navigation
Jump to search
આણંદમેરુ [ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાન-ભાસ’ (લે. ઈ.૧૬૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ’એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકસૂરિ-ભાસ’ પીંપલગચ્છના ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]