આણંદોદય [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, આસો સુદ ૧૩, રવિવાર)ના કર્તા.