ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઋદ્ધિહર્ષ : આ નામે ‘કર્મફલ-સઝાય/કર્મપચીસીની સઝાય’ (લે.ઈ.૧૮૪૨; મુ.), ૨૦/૨૧ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ/સ્તવ’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૧૯ કડીની ‘નેમનાથ-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘નેમિકુમાર-ધમાલ’, ૩૨ કડીની ‘નેમિજીની લુઅર’, ૧૩ કડીની ‘નેમિરાજુલ-સ્તવ’, ૩૨ કડીની ‘નેમિરાજિમતી-સઝાય’ તથા ૭ કડીની ‘પ્રસન્નચંદ્રરાજાની સઝાય’(મુ.) મળે છે, તે કયા ઋદ્ધિહર્ષ છે તે નિશ્ચિત કરી શકાતું નથી. કૃતિ : ૧ અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]