ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/એદલ નવરોજજી


એદલ નવરોજજી [ઈ.૧૭૭૪માં હયાત] : પારસી મોબેદ. તેમણે મોબેદ ચાંદની સંસ્કૃત કૃતિ ‘ચાંદાપ્રકાશ’નો ગુજરાતીમાં અનુવાદ (ર.ઈ.૧૭૭૪) કર્યો છે.

સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.
[કી.જો.]