ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમસી
Jump to navigation
Jump to search
કરમસી : આ નામે ૬ કડીની ‘ચોવીસજિનવરપરિવાર-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે, તે કયા કરમસી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કોઈ કરમસીનું ૧૫ કડીનું ‘સમેતશિખરજીનું સ્તવન’ (ર.ઈ.૧૬૫૬ કે ૧૭૦૬/સં. ૧૭૧૨ કે ૧૭૬૨ - ‘લોચનરતિમુનિચંદ્ર’, ફાગણ સુદ ૧૫, મુ.) મળે છે તે કરમસી-૨ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. જુઓ કર્મસિંહ. કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ:૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]