ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલા-ભક્ત
Jump to navigation
Jump to search
કલા(ભક્ત) [ ] : ૩ પ્રહરમાં ફળેલા આંબાનાં મિષ્ટ ફળ ખવડાવીને દુર્વાસા મુનિને તૃપ્ત કરનાર પાંડવોની દૃઢ ઈશ્વરનિષ્ઠાને વર્ણવતું, ૧૧ કડીનું ‘પાંડવોનો આંબો’ (મુ.) એ કાવ્ય આ કવિના નામે મળે છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦.[નિ.વો.]