ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીકુ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીકુ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : આખ્યાનકવિ. ગોદાસુત. અવટંકે વસહી. ગણદેવીનિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. વ્યવસાયે ખેડૂત. તેમનું ‘બાલ-ચરિત્ર/કૃષ્ણ-ચરિત્ર’ (લે.ઈ.૧૫૪૪ના અરસામાં) ૬૩૦ કડીઓનું, દુહા-ચોપાઈબંધનું, કૃષ્ણલીલાનાં કેટલાંક રુચિકર ચિત્રણો ધરાવતું કાવ્ય છે. ૬૦ છપ્પાની ‘અંગદવિષ્ટિ’ (મુ.) થોડાક છપ્પાઓમાં રાવણ અને અંગદ વચ્ચેના સંવાદનું અસરકારક આલેખન કરી, રામરાવણયુદ્ધનું પણ જુસ્સાદાર વર્ણન કરે છે. શમળની ‘અંગદવિષ્ટિ’ પૂર્વેની આ કૃતિ વીરરસની નોંધપાત્ર કૃતિ બની છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૨૩- ‘અંગદવિષ્ટિ’, સં. હરિનારાયણ આચાર્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નયુકવિઓ;  ૪. ગૂહાયદી.[ચ.શે.]