ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃપાસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃપાસાગર [ઈ.૧૭મી સદી પૂર્વાર્થ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરના શિષ્ય. જહાંગીરના દરબારમાં જઈ જગજીપકની પદવી મેળવનાર નેમિસાગરનું ચરિત્ર વર્ણવતા, એમના દુહા-દેશીબદ્ધ ૧૦ ઢાળ અને ૧૩૫ કડીના ‘નેમિસાગર નિર્વાણ-રાસ’ (૨.ઈ.૧૬૧૬ કે ૨.ઈ.૧૬૧૮/સં.૧૬૭૨ તે સં. ૧૬૭૪, માગશર સુદ ૨; મુ.)માં ચરિત્રનાયકને મેઘનું ઉપનામ આપી રચવામાં આવેલું વિસ્તૃત સાંગ રૂપક ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈઐરાસમાળા:૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]