zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણરામ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણરામ-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : નાના ભટ્ટના પુત્ર. જ્ઞાતિએ બ્રાહ્મણ. પુરાણી અને દીક્ષિત તરીકે પણ ઓળખાવાયા છે. વતન ઓરપાડ. ‘જૈમિની-અશ્વમેધ’ (૨.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, શ્રાવણ-, બુધવાર, *મુ.)ના કર્તા.

કૃતિ : *જૈમિની અશ્વમેધ, પ્ર. જગજીવનદાસ દલપતરામ, સં.૧૯૪૦.

સંદર્ભ : પ્રાકકૃતિઓ. [ચ.શે.]