ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ/ઋષભ-રાસ’ તથા ૩૯૭/૪૬૩ કડીના ‘ભરત-બાહુબલિપવાડુ/પ્રબંધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]