ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણહર્ષ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]