ચઉહથ/ચોથો [ઈ.૧૫૩૧માં હયાત] : સાંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પંરપરામાં ઉપાધ્યાય ધર્મસાગરના શિષ્ય. ૩૯૬ કડીની ‘આરામનંદન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]