ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર્ભુજ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચતુર્ભુજ-૧ [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિત્ આંતરયમકનો ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ/શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ (સંભવત: ર.ઈ.૧૫૨૦; મુ.)ના કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતાધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે. કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]