ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ/છેહલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.]