ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનતિલક-૧


જ્ઞાનતિલક-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં પદ્મરાજના શિષ્ય. કેટલાંક સ્તવનો આ કવિએ રચ્યાં છે. તેમણે ‘ગૌતમ કુલક’ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૬૦૪) પણ રચી છે.

સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.
[શ્ર.ત્રિ.]