જ્ઞાનતિલક : આ નામે ૧૫ કડીની (નવસારીમંડન) શામળા પાર્શ્વનાથ-રાસ વિનતિ’ તથા ૪૯ કડીની ‘નેમિનાથ-ધમાલ’ એ કૃતિઓ મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.