ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયકીર્તિ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુન્દરના શિષ્ય વાદી હર્ષનંદનના શિષ્ય. ૯ ઢાળ અને ૨૫૫ કડીના જિનરાજસૂરિના જીવનવૃત્તાંતને વર્ણવતા ‘જિનરાજસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૫૮૧, શ્રાવણ સુદ ૧૫; મુ.), ૯ ઢાળ અને ૨૫૫ કડીના હિન્દી ભાષાની કૃતિ ‘પૃથ્વીરાજ કૃષ્ણવેલી’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૬૩૦), ‘પ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, ચૈત્ર વદ ૧૩) તથા ૮ કડીના ‘જિનસાગરસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ, અગરચંદ નાહટા, સં. ૨૦૧૭. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).[ર.ર.દ.]