ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમંગલ


જયમંગલ : આ નામે ૬ કડીની ‘જીવપોપટ-ગીત’ (લે.ઈ.૧૪૫૮) કૃતિ મળે છે તે કયા જયમંગલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. એમને ભૂલથી રામચંદ્રસૂરિના શિષ્ય ગણવામાં આવ્યા છે.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]