ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમંગલ સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયમંગલ(સૂરિ)-૧ [ઈ.૧૨૫૩માં હયાત] : બૃહદ્ગચ્છના જૈન સાધુ. વાદિદેવસૂરિની પરંપરામાં રામચંદ્રસૂરિના શિષ્ય. ઈ.૧૨૫૩માં એમણે ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચ્યાનો ઉલ્લેખ મળે છે. ૩ કડી સંસ્કૃત ભાષાની અને ૧૫ કડી અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષાની ધરાવતા એમના ‘મહાવીરજન્માભિષેકકલશ’(મુ.)માં ઉત્સવપ્રસંગના વિવિધ વાદ્યોના અવાજનું ચિત્રણ વિસ્તારથી થયેલું છે. કેટલાક સંદર્ભોમાં કવિનામ ‘મંગલ’ પણ નોંધાયેલું છે. કૃતિ : ૧. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪; ૨. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]