ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરંગ-૨


જયરંગ-૨ [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨).
[ક.શે.]