જયરાજ [ઈ.૧૪૯૭માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈનસાધુ. મુનિચંદ્રસૂરિના શિષ્ય. લગભગ ૧૬૧ કડીના, ચોપાઈબંધમાં રચાયેલા ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા.