ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જશવિજય-૩
Jump to navigation
Jump to search
જશવિજય-૩ [ઈ.૧૭૨૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ક્ષમાવિજય/ખીમાવિજયના શિષ્ય. આ કવિએ સુગમ ને પ્રાસાદિક ભાષામાં રચેલી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, ભાદરવા વદ ૫, ગુરુવાર; પહેલાં ૬ સ્તવનો સિવાય મુ.) વિવિધ દેશીઓના ઉપયોગની તથા ભક્તિભાવ, આત્મનિંદા અને શરણ્યભાવની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ ઉપરાંત આ કવિએ ૫ ઢાળની ‘પંચમહાવ્રતની પચીસભાવનાની સઝાય’ (મુ.) પણ રચી છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;૨. જૈગૂસારરત્નો : ૧. (+સં.); ૩. મોસસંગ્રહ.[ર.સો.]