ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર યતિ-૮


જિનચંદ્ર(યતિ)-૮ [               ]: જૈન સાધુ. “જિનચંદ્રજતીસર” એવી નામછાપવાળી આંતરપ્રાસ ધરાવતી ૪ કડીની “દિવાળીપર્વની સ્તુતિ” (મુ.)ના કર્તા.

કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
[ચ.શે.]