ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર સ્વામી-૧


ડુંગર(સ્વામી)-૧  [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન સાધુ. અલંકારાદિથી રસપ્રદ બનતા ઉપાલંભભર્યા વિરહ ભાવના ૨૬/૨૮ કડીના ‘નેમિનાથ ફાગ/ઓલંભડા-બારમાસ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો.’

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૩(૧); ૨. જૈમગૂકરચનાએં : ૧.
[શ્ર.ત્રિ.]