ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તત્ત્વવિજય-૧
Jump to navigation
Jump to search
તત્ત્વવિજય-૧ [ઈ.૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં યશોવિજય ઉપાધ્યાયના શિષ્ય. ૪ ખંડ, ૩૪ ઢાળ અને ૮૬૧ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, મહા સુદ ૫), ‘ચતુર્વિંશતિજિન-ભાસ/ચોવીસી’, ‘ચોવીસજિન-ગીત’ તથા અન્ય સ્તુતિ, ભાસ, વસંત આદિ પ્રકારની લઘુકૃતિઓના કર્તા. ‘ચોવીસી’ અને ‘ચોવીસજિન-ગીત’ એ બંને એક જ કૃતિ છે કે અલગ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ર.ર.દ.]