ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તત્ત્વવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તત્ત્વવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં દેવવિજયના શિષ્ય. ૧૧ કડીની ‘અન્યત્વસંબંધની સઝાય’ (મુ.), વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી એમના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૧૧ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘માનનિવારકની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથજિન-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા (શા.) : ૨; ૪. મોસસંગ્રહ; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[ર.ર.દ.]