ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકવિજય-૧
Jump to navigation
Jump to search
તિલકવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજય-ઉપાધ્યાયના શિષ્ય. વિનયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૧૩ ઢાળની ‘સમક્તિ-મૂળ બારવ્રતની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]