ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તિલકસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસાગરની પરંપરામાં કૃપાસાગરના શિષ્ય. રાજસાગરસૂરિ (અવ. ઈ.૧૬૬૫)ના સમગ્ર જીવનનું પ્રશસ્તિયુક્ત આલેખન કરતા ને તત્કાલીન ઇતિહાસની કેટલીક માહિતી ધરાવતા ૨૨ ઢાળના ‘રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે.ઈ.૧૬૬૬; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૨).[ર.ર.દ.]