ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજપાલ-૩-તેજ મુનિ તેજસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેજપાલ-૩/તેજ(મુનિ)/તેજસિંહ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. કર્મસિંહની પરંપરામાં ભીમજીના શિષ્ય. દેશી અને દુહાબદ્ધ ૧૩/૧૫ ઢાળની ૨૪૧ કડીમાં રચાયેલી કવિની કૃતિ ‘જિતારીરાજા-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, વૈશાખ વદ ૨, બુધવાર; મુ.)માં જિતારી રાજાની પાસે ચતુરાઈથી પોતાના પગ ધોવડાવતી રાણી લીલાવતીનું કથાનક, સ્ત્રી કોને નથી છેતરતી એવા દૃષ્ટાંત માટે યોજાયું છે. પણ આખરે કવિએ શીલનું મહિમાગાન કર્યું છે. આ ઉપરાંત, ‘ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુદ ૨, સોમવાર) તથા ૩ ઢાળની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.) આ કવિની અન્ય કૃતિઓ છે. કેટલાક મુદ્રિત પાઠમાં ‘તેજસિંહ’ની છાપથી ૪ ઢાળની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ મળે છે તેમાં ૧ ઢાળ પાછળથી ઉમેરાઈ હોય એવી શક્યતા છે ને તેથી તેજસિંહ નામ પણ કેટલું અધિકૃત ગણવું તે પ્રશ્ન છે. કૃતિ : ૧. જૈસમાળા : ૨ (શા.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ‘શ્રી રત્નસાગરનો રાસ, શ્રી ભીમસેનરાજાનો રાસ અને શ્રી જિતારીરાજાનો રાસ’, સં. લાલમુનિ કૃપાચંદ્રજી, સં. ૧૯૯૬. સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૧).[ર.સો.]