ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેજવિજય-૨ [ઈ.૧૮૧૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં હેમવિજયના શિષ્ય. એમના ૯ ઢાળ અને ૧૬૨ કડીના ‘કેસરિયાજીનો રાસ/ધુલેવાજીનો રાસ’ (ર. ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, ફાગણ સુદ ૧૦; મુ.)માં કેસરિયાજી તીર્થને લૂંટવા આવનાર સદાશિવરામ અને તેના સાથીઓના મુસ્લિમ સૈન્યને સુરસૈન્ય હરાવે છે એ વૃત્તાંત વર્ણવાયું છે. વિસ્તૃત યુદ્ધવર્ણન ધરાવતા આ રાસમાં “હિંદુ મુસલમાન બંધવ હોય” એવો વિચાર વ્યક્ત થયો છે તે નોંધપાત્ર છે. કૃતિ : જૈનયુગ, જ્યેષ્ઠ તથા આષાઢ-શ્રાવણ ૧૯૮૩-‘તેજવિજયજી વિરચિત કેશરિયાજીનો રાસ’ સં. તંત્રી સંદર્ભ : ૧. જૈગૂકવવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]