ત્રિલોકસિંહ [ઈ.૧૭૩૨માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈનસાધુ. જયરાજ્જીના શિષ્ય. ૪ ખંડ ને ૩૦ ઢાળની ‘ધર્મદત્તધર્મવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮, અસાડ વદ ૧૩, સોમવાર)ના કર્તા.