ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભ-૨
Jump to navigation
Jump to search
દુર્લભ-૨[ ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા ‘કપૂરચંદ-શેઠનો રાસડો’ના કર્તા. રાસડો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂરચંદશેઠનો વૈભવ, શત્રુંજ્ય જાત્રા જવા માટે કાઢેલો સંઘનો ઠાઠમાઠ, શેઠની હાકેમી તથા પાનાચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે. સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [કી.જો.]