ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવવિજ્ય-૭ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્યના શિષ્ય. ‘યોગદૃષ્ટિ-સઝાય’ (ર.ઈ.૧૭૪૧), ૯ ઢાળની ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, આસો સુદ ૩, શુક્રવાર; મુ.) તથા શ્રાવકના પ્રતિક્રમણના અતિચારનું નિરૂપણ કરતા ગદ્યગ્રંથ ‘શ્રાદ્ધવિધિ/શ્રાદ્ધઅતિસાર(મોટા)’ના કર્તા. કૃતિ : ૧. વિસ્નાપૂજાસંગ્રહ; ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા. ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૩. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. પસમુચ્ચય-૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]