ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવશીલ


દેવશીલ [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષસૂરિની પરંપરમાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦/૮૨૨ કડીની ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, બીજો શ્રાવણ વદ ૯, રવિવાર; * મુ.)ના કર્તા. કૃતિ : * વેતાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી.
[કી.જો.]