દેવસુંદર-૧ [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્છના જૈન સાધુ. રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]