ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનવિમલ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૧૪ ઈ.૧૫૪૦)-વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)ના શિષ્ય. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવતું ૨૧ કડીનું ‘(ફલવર્ધિ) પાર્શ્વનાથ-સ્તવન/પાર્શ્વનાથનામગર્ભિત-સ્તવન’ (મુ.), ૩૯ કડીનું ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ૩૩ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૨૭ કડીનું (‘મેડતામંડન) ધર્માનાથ-સ્તવન,’ ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ વગેરે અનેક તીર્થ-તીર્થંકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]