ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનહર્ષ-૧ સુધનહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનહર્ષ-૧/સુધનહર્ષ [ઈ.૧૬૨૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિશિષ્ય ધર્મવિજયના શિષ્ય. ૧૩ ઢાળના ‘જંબુદ્વીપવિચાર-સ્તવન’ (ર. ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, પોષ સુદ ૧૩, રવિવાર), ‘તીર્થમાલા’ (ર. ઈ.૧૬૨૩૫ ? / ૧૬૮૧ ? - “ઇશાંવક વસુ દર્શન માહવનારી”, કારતક/ભાદરવા સુદ ૫, રવિવાર), ‘દેવકુરુક્ષેત્ર-વિચાર-સ્તવન’, ૯૪ કડીના ‘મંદોદરી-રાવણ-સંવાદ’ (ર. ઈ.૧૫૫૬?/સં. ૧૬૧૨ ? - “મહાસેન વદના હિમકર હરિ”, મહા/ચૈત્ર સુદ ૩, રવિવાર), કેટલીક હરિયાળીઓ (૧૧ મુ.), ૬ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તીની સઝાય(મુ.) તથા અન્ય સ્તવન-સઝાયના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘સુધન હર્ષકૃત હરિયાલીઓ’, સં. તંત્રી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]