ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનસુખ નેનસુખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયનસુખ/નેનસુખ [ઈ.૧૫૯૩માં હયાત] : શ્રાવક કવિ. કેશવરાજ/કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ કડીની ‘વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, ચૈત્ર સુદ ૨, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી.; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકેટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.]