ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિકુંજર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નેમિકુંજર [ઈ.૧૫૦૦માં હયાત] : જૈન સાધુ. ૪ ખંડ અને ૧૯૮/૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ/ગજસિંઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૦/સં.૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]