ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/'પહરાજ પહુરાજ પૃથુરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


'પહરાજ/પહુરાજ/પૃથુરાજ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જિનોદયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૩૫૯-ઈ.૧૩૭૫)ના ભક્ત. શ્રાવક કવિ. ગુરુ જિનોદયસૂરિનાં દીક્ષા, અભ્યાસ, કીર્તિ, તપ, સિદ્ધિ, ઉપદેશ વગેરેને સુંદર રીતે ૬ છપ્પામાં અનુક્રમે વર્ણવતી મુખ્યત્વે અપભ્રંશપ્રધાન ‘જિનોદયસૂરિ-ગુણવર્ધન’ (મુ.) કૃતિના કર્તા. કૃતિમાં દરેક છપ્પાને અંતે કર્તાની નામછાપ છે એ આ કૃતિની વિશેષતા છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬. ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈમગૂકરચનાએં : ૧.[ચ.શે.]