ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યકલશ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ધર્મમંદિરના શિષ્ય અને જયતસી/જગરંગ (ઈ.૧૭મી સદી મધ્યભાગ)ના ગુરુ. તેમની પાસેથી કેટલાંક સ્તવનો મળેલાં છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]