ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિલાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યવિલાસ [ઈ.૧૭૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્ર અને ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, આસો સુદ ૩, રવિવાર) અને ૭ કડીના ‘શ્રીજિનધર્મસૂરિપટ્ટધરજિનચંદ્ર સૂરિ-ગીતમ’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ. ૨; ૨. ગુસારસ્વતો;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[શ્ર.ત્રિ.]