ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યસાગર-૧
Jump to navigation
Jump to search
પુણ્યસાગર-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિના શિષ્ય. પિતા ઉદયસિંહ. માતા ઉત્તમદેવી. જિનહંસસૂરિના હસ્તે દીક્ષા. ઈ.૧૫૯૪ બાદ થોડા સમયમાં અવસાન થયાની સંભાવના. તેમની પાસેથી ૮૯/૯૧ કડીની ‘સુબાહુઋષિ-સંધિ’ (ર.ઈ.૧૫૪૮), જિનવલ્લભસૂરિકૃત મૂળ સંસ્કૃત કૃતિ ‘પ્રશ્નોત્તરકાવ્ય’ની વૃત્તિ (ર.ઈ.૧૫૮૪), ‘જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૫૮૯), ૨૬ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ‘આજિતસ્તવન’, ૫૪ કડીનું ‘નમિરાજર્ષિ-ગીત’, ‘પંચકલ્યાણ-સ્તવન’, ૧૯ કડીનું ‘પાર્શ્વજન્માભિષેક’, ૨૭ કડીનું ‘પૈંતીસવાણીઅતિશયગર્ભિત-સ્તવન’, ૨૧ કડીનું ‘મહાવીર-સ્તવન’, ‘મુનિમાલકા’, ૮૭/૮૮ કડીની ‘સાધુવંદના’ અને અન્ય કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]